બ્રેકીંગ ન્યુઝ
VIDEO: 'મેં 15 મત નાખ્યા, પોલિંગ પર કોંગ્રેસના એજન્ટોને બેસવા ન દીધા…' ભાજપના કાર્યકરનો ધડાકો


મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. વિદિશાના લાતેરીમાં ભાજપના નેતાઓના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સાંસદની સામે કહી રહ્યા છે કે, ‘અમે નકલી મત નાખ્યા છે અને કોંગ્રેસના એજન્ટોને પોલિંગમાં બેસવા દીધા નથી.’ કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ અને કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી છે.