બ્રેકીંગ ન્યુઝ
'ભાજપ હાય… હાય… ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો', વડોદરામાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ


વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને ઘેરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. આજે વડોદરાના કલેક્ટરની કચેરીએ જ પહોંચીને ‘ભાજપ હાય…હાય…’, ‘શહેરના ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો…શરમ કરો…’ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના દેખાવના આયોજનને પગલે પોલીસે કોંગ્રેસીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા. જો કે કોંગ્રેસના કાર્યકરોએ જરાય કૂણું વલણ ન દાખવતાં આક્રમક રીતે નારેબાજી ચાલુ રાખતાં મામલો બીચક્યો હતો અને પોલીસ સાથે જ ઝપાઝપી થવા લાગી હતી.