બ્રેકીંગ ન્યુઝ
ધર્મ ભૂલીને બજાવ્યો માનવતાનો ધર્મ: સમાજ સેવિકાએ વૃદ્ધાશ્રમની મુસ્લિમ મહિલાને દફનાવી, હિન્દુ મહિલાને અગ્નિદાહ આપ્યો


સુરતના એક વૃદ્ધાશ્રમમાં થોડા સમયના અંતરમાં આશ્રમમાં રહેતા એક – મુસ્લિમ અને એક હિન્દુ વડીલનું અવસાન થયું હતું. આ અવસાન બાદ વૃદ્ધાશ્રમના મહિલા સંચાલકોએ જ બન્ને વડીલની અંતિમ વિધિ તેમના ધર્મ મુજબ કરી હતી. આ અંતિમ વિધિમાં ‘મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના’ નું સૂત્ર આકાર થતું જોવા મળ્યું હતું, આશ્રમની મહિલા સંચાલકોએ આશ્રમની મહિલાઓના હિન્દુ અને મુસ્લિમ બંને વિધીથી અંતિમ સંસ્કાર કર્યા હતા.