બ્રેકીંગ ન્યુઝ
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીએ ઈંગ્લેન્ડમાં ફટકારી સદી, હાર્દિકનું સ્થાન જોખમમાં


ભારતીય યુવા સ્ટાર સાઈ સુદર્શને ઈંગ્લિશ કાઉન્ટીમાં સદી ફટકારીને ખલબલી મચાવી દીધી છે. પોતાની પહેલી જ સિઝનમાં સર્રે તરફથી રમવા ઉતરેલા 22 વર્ષીય યુવા ખેલાડીએ છગ્ગા સાથે સદી ફટકારી છે. નોટિંઘમશર સામે રમાયેલી ઈનિંગ બાદ લોકો તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં પસંદ કરવામાં આવનારી ટીમ માટે દાવેદાર તરીકે જોઈ રહ્યા છે. ત્યારે હવે સાઈ સુદર્શનનું ફોર્મ જોતા હાર્દિક પંડ્યાનું સ્થાન જોખમમાં નજર આવી રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ સામે કમાલનું પ્રદર્શન કરનાર સાઈની ઈનિંગના દમ પર સર્રેએ પ્રથમ ઈનિંગમાં 525 રન બનાવી નાખ્યા હતા.