બ્રેકીંગ ન્યુઝ

વડોદરામાં પૂર પીડિતોને વળતર ચુકવવાની માંગ સાથે કોંગ્રેસની કલેકટર કચેરીમાં રજૂઆત: સુત્રોચ્ચાર કર્યા


વડોદરામાં પૂર પીડિતોને વળતર ચુકવવાની માંગ સાથે કોંગ્રેસની કલેકટર કચેરીમાં રજૂઆત: સુત્રોચ્ચાર કર્યા





Gujarat | Vadodara | 31 August, 2024 | 04:30 PM

ભાજપ હાય… હાય…નાં નારા લગાવતા પોલીસ સાથે ઘર્ષણ: ઘેરાવ

સાંજ સમાચાર

વડોદરા,તા.31

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાર રે… ભાજપ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. જેમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરો… શરમ કરોના… નારા લગાવી ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.

વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઇ રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે 31 ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માગ કરી હતી. ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા કલેક્ટર કચેરી ખાતે એક તરફ ભીખુસિંહ પરમારની બેઠક ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ આવેદન પત્રને લઇ ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસને ધક્કો મારી કોંગ્રેસના આગેવાનો કલેક્ટર ઓફિસર આગળ બેસી ગયા હતા. વિરોધના પગલે જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો.

તમામ થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપો. લાઈટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ, હોટલો, ભાજપના બંગલા તોડાવો.વિવાદો રાવે આખુ વડોદરા વેંચી નાખ્યાનો આક્ષેપ કર્યો હતો.

 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!