યુએસ ઓપનમાં ફરી મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન જોકોવિચ બહાર : ઓસ્ટ્રેલિયાના 28મા ક્રમાંકિત એલેક્સી પોપાયરીને હરાવ્યો

યુએસ ઓપનમાં ફરી મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન જોકોવિચ બહાર : ઓસ્ટ્રેલિયાના 28મા ક્રમાંકિત એલેક્સી પોપાયરીને હરાવ્યો
World, Sports | 31 August, 2024 | 04:46 PM
ન્યુયોર્ક : યુએસ ઓપનમાં વધુ એક અપસેટ સર્જાયો છે. 24 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા સર્બિયાના નોવાક જોકોવિચ શનિવારે ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં હારી ગયા હતા. તેને ઓસ્ટ્રેલિયાના 28મા ક્રમાંકિત એલેક્સી પોપીરિન સામે 6-4, 6-4, 2-6, 6-4થી પરાજય આપ્યો હતો.
આ મેચ ન્યૂયોર્કના આર્થર એશે સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકોવિચ યુએસ ઓપનનો ડિફેન્ડિંગ ચેમ્પિયન હતો. તેણે 2023માં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને આ ટૂર્નામેન્ટ જીતી હતી.
એક દિવસ અગાઉ 30 ઓગસ્ટના રોજ, 15 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 74માં ક્રમાંકિત ખેલાડીએ બીજા રાઉન્ડમાંથી બહાર કરી દીધો હતો. અલ્કારાઝે 2022માં યુએસ ઓપન જીતી હતી
ત્રણ રસપ્રદ તથ્યો :
1. જોકોવિચ 2017 પછી પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ વિના વર્ષનો અંત કરશે.
2. છેલ્લા 16 વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું હતું જ્યારે જોકોવિચ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પણ ન પહોંચી શક્યો.
3. 2002 પછી પ્રથમ વખત, ટેનિસના બિગ થ્રી એટલે કે જોકોવિચ, નડાલ અને ફેડરરે વર્ષનો એક પણ ગ્રાન્ડ સ્લેમ જીત્યો ન હતો. ફેડરરે બિગ થ્રીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. નડાલ યુએસ ઓપન રમી રહ્યો નથી.