બ્રેકીંગ ન્યુઝ

‘Emergency’ ને સેન્સર બોર્ડનું સર્ટીફિકેટ ન મળતા કંગનાનું દર્દ સોશ્યલ મીડિયામાં છલકાયું


આ નહીં… તે નહીં… તો દેખાડીએ શું?…

‘Emergency’ ને સેન્સર બોર્ડનું સર્ટીફિકેટ ન મળતા કંગનાનું દર્દ સોશ્યલ મીડિયામાં છલકાયું





India, Entertainment | 31 August, 2024 | 04:51 PM

રીલીઝ પહેલા ફિલ્મ વિવાદમાં ફસાઇ : ‘ઇમર્જન્સી’ માટે હવે કંગના કોર્ટના દ્વાર ખખડાવશે?

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.31

કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ રીલીઝ પહેલા વિવાદોમાં ફસાઇ ગઇ છે. આ ફિલ્મ સામે શીખોએ વાંધો ઉઠાવ્યો છે. હવે સેન્સર બોર્ડે પણ આ ફિલ્મને સર્ટીફીકેટ આપવાનો ઇન્કાર કર્યો છે.

સેન્સર બોર્ડ ફિલ્મમાંથી અનેક સીન કાપી નાખવાનું કહેતા કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ ઠાલવીને લખ્યું છે કે આ નહીં… તે નહીં.. તો દેખાડીએ શું? હવે આ મામલે કંગના કોર્ટનો દરવાજો ખખડાવે તેવી સંભાવના છે.

ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની ભૂૂમિકા ભજવી રહી છે. અભિનેત્રી-સાંસદ કંગનાએ જણાવ્યું છે કે તેને ફિલ્મને લઇને અનેક ધમકીઓ મળી રહી છે.

આટલું જ નહીં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન સીબીએફસીને ફિલ્મની રિલીઝની મંજુરી ન આપવા દબાણ થઇ રહ્યું છે. સેન્સર બોર્ડવાળાઓને પણ ધમકી મળી રહી છે.

કંગનાએ લખ્યું છે કે, અમારી પર દબાણ છે કે ઇન્દિરા ગાંધીના મોતના દ્રશ્ય ન દેખાડવામાં આવે, ભીંદરાણવાલેને ન બતાવવામાં આવે, પંજાબના દંગાના સીન દેખાડવામાં આવે તો પછી દેખાડીએ શું?

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કંગનાએ શાયર આહિર લુધિયાનવીના લખેલા એક ગીતના શબ્દો-યે મહલો યે તખ્તો, યે તાજો કી દુનિયા…. લખીને પોતાનું દુ:ખ વ્યકત કર્યું હતું. હવે જો ‘ઇમર્જન્સી’ને સર્ટીફીકેટ ન મળે તો કંગના મામલો કોર્ટમાં લઇ જઇ શકે છે.

 

 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!