બ્રેકીંગ ન્યુઝ

Gujarat Congress News: જુલાઈના અંતમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે, નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે કરશે બેઠક


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સતત રકાસ તરફ આગળ વધી રહી છે. પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. આ સ્થિતિમાં કડી અને વિસાવદર બેઠક પર પણ કારમો પરાજય થતાં કોંગ્રેસ નામશેષ થઈ હોય તેવી સ્થિતિ સામે આવી છે. પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ફરીવાર ગુજરાતની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવતાં વધુ નારાજગી ઉભી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે

આ અગાઉ કોંગ્રેસ દ્વારા જિલ્લા, તાલુકા અને શહેર પ્રમખોની કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂકો થયા બાદ પણ પક્ષમાં આગેવાનોમાં નારાજગીનો સુર રેલાયો હતો. ત્યારે હવે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી વાર ગુજરાત આવશે. જુલાઈ મહિનાના અંતમાં રાહુલ ગાંધી નવા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ગુજરાતમા નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે. આ ઉપરાંત જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર પણ યોજાશે.

રાહુલ ગાંધી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાયુ તે સમયે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કર્યા હતાં. તેમણે લગ્ન અને રેસના ઘોડાને અલગ કરીને પક્ષના સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને ભાજપ સાથે મળીને કામગીરી કરનારા નેતાઓ અને કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢીને સંગઠનને મજબૂત કરવા આહવાન કહ્યું હતું. પરંતુ નવી નિમણૂકો થયા બાદ પક્ષમાં રેસનો ઘોડા અને લગ્નના ઘોડા વચ્ચે જાણે ખેંચતાણ ઉભી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં રાહુલ ગાંધી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!