Meghraj: આધેડે દુષ્કર્મ આચરતાં 13 વર્ષની સગીરાને 3 માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાડાશમાં રહેતા આધેડે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આધેડે 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી છે. પત્ની ઘરે ના હોય ત્યારે સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. સગીરાની તબિયત લથડતા તબીબી તપાસ કરવામાં આવી હતી. જેમાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે પોક્સોની કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આધેડે પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામમાં આધેડે પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી છે. સગીરા આધેડના ઘરે રમવા જતી હતી. જ્યારે પત્ની ઘરે ના હોય ત્યારે આધેડ આ સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. સગીરાની તબિયત લથડતાં તેની તબીબી તપાસ કરાઈ હતી. આ તપાસમાં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ
સગીરાના પરિવારને આ તપાસથી આંચકો લાગ્યો હતો. પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ પોતાની સાથે થયેલી હકિકત પરિવારને જણાવી હતી. પરિવારે સગીરાની હકિકત જાણીને પોલીસ ફરિયાદ કરી હતી. જેથી ઈસરી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.