બ્રેકીંગ ન્યુઝ

Zohran Mamdani: ન્યૂયોર્કની મેયર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ Donald Trumpની પ્રતિષ્ઠા કેમ છે દાવ પર?


ન્યૂયોર્ક મેયર ચૂંટણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પની તમામ નીતિઓનો વિરોધ કરે છે. અને તેમના વિરુદ્ધ નિવેદનબાજી આપી છે. ટ્રમ્પ અને ઝોહરાન મમદાની એકબીજાના વિરુદ્ધમાં છે. જ્યાં મમદાની જણાવી રહ્યા છે કે ટ્ર્મ્પની નીતિઓ જનતાની સ્વતંત્રતા સામે ખતરો છે. તો આ તરફ, ટ્રમ્પ જણાવી રહ્યા છે કે, મમદાનીને મત આપનારા મતદારો માનસિક રીતે સ્થિર નથી.

મેયરની ચૂંટણીમાં ટક્કર

ઝોહરાન મમદાની હજુ મેયર પણ નથી બન્યા અને માત્ર પ્રાઇમરી ચૂંટણીમાં જીત જ હાંસલ કરી છે. તેમ છતાં તેમના સમર્થકો દિવસેને દિવસે વધી રહ્યા છે. મમદાની ટ્રમ્પ વિરુદ્ધ નિવેદનબાજી કરીને ચૂંટણીનો માહોલ બનાવી રહ્યા છે. આ મેયરની ચૂંટણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે. ગયા વર્ષે મેયરની સત્તા ડેમોક્રેટ પાર્ટી પાસે હતી. અને એરિક એડમ્સ મેયર હતા. પરંતુ આ વખતના પ્રાઇમરી ચૂંટણીમાં તેઓ મમદાની સામે હાર્યા છે. હવે એરિક એડમ્સ મમદાની સામે ઉમેદવારી કરી રહ્યા છે.

ન્યૂયોર્કનું કોસ્મોપોલિટન અંદાજ

ન્યૂયોર્કનો અંદાજ કોસ્મોપોલિટન છે. આ શહેરમાં વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. દનિયાભરના લોકો અહીં તમને જોવા મળશે. વિવિધ પ્રકારના ભોજન તમને અહીં મળી રહેશે. આ શહેરમાં યૂએનનું મુખ્યાલય આવેલું છે. અહીંના શેર બજારમાં આવેલા ઉતાર ચઢાવ અન્ય દેશના અર્થતંત્રને મોટી અસર કરે છે. આ વખતના મેયર ચૂંટણીમાં માહોલ વધુ જામ્યો છે. આ વખતના ઉમેદવાર મમદાની ટ્રમ્પ વિરોધી છે. અને ગયા વર્ષના જે મેયર હતા તે ટ્રમ્પ સાથે સારા સંબંધો ધરાવતા હતા. ભૂતપૂર્વ મેયર પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. પરંતુ ટ્રમ્પની દખલઅંદાજીથી મેયર કાયદાકીય ગતિવિધીઓમાં ફસાયા ન હતા.

મમદાનીના કામની કરાઇ પ્રશંસા

ઝોહરાન મમદાનીને ઓછા સમયમાં ખૂબ સારી પ્રશંસા મળી છે. ઇઝરાયલનીા નીતિઓના તેઓ ટિકાકાર રહ્યા છે. આતંદવાદ ખત્મ કરવા માટે તેઓ પોતાના મજબૂત વિચારો સરકાર સામે મુકે છે. મમદાનીના નજરોમાં ટ્રમ્પ કટ્ટર કમ્યુનિસ્ટ છે. તેમના આ મુક્ત વિચારો અમુક લોકોને કાંટાની જેમ ખૂંચે છે. ઝોહરાન મમદાની પ્રથમ ભારતીય મુસ્લિમ છે જેઓ ન્યૂયોર્કના મેયર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા છે. તેમની માતા ફિલ્મ મેકર મીરા નાયર છે. અને પિતા ગુજરાતી મુસ્લિમ છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!