World News: Zohran Mamdaniની ધમકીઓની અવગણના કરીને Newyork યાત્રાએ જશે Benjamin Netanyahu

ન્યૂયોર્કમાં આગામી સમયમાં મેયરની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઝોહરાન મમદાનીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. મમદાનીએ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, જો નેતન્યાહૂ ન્યૂયોર્ક આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. તો આ તરફ હવે નેતન્યાહૂ ધમકીઓની વાતને વધુ મહત્ત્વ ન આપતા ન્યૂયોર્ક યાત્રા માટે યોજના બનાવી રહ્યા છે. નેતન્યાહૂએ મીડિયાને ન્યૂયોર્ક યાત્રા અંગે માહિતી આપી હતી. અને ચર્ચાનો દૌર શરુ કર્યો હતો.
નેતન્યાહૂ ન્યૂયોર્ક આવશે ?
ન્યૂયોર્કમાં મેયર પદ માટે ચૂંટણી લડી રહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાની હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ ઉમેદવાર છે. જેમણે માત્ર એક વર્ષમાં જ જનતાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિ લીધુ છે. આ ઉમેદવાર માટે જનતા મોટા પ્રમાણમાં મત આપશે તેવી શક્યતા દેખાઇ રહી છે. મમદાની પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે, નેતન્યાહૂ ન્યૂયોર્ક આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. તો આ તરફ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂને જ્યારે ધરપકડ મામલે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ ન્યૂયોર્ક જશે. અને ધરપકડની ધમકીનો મજાક ઉડાવ્યો હતો. અને આ બધાની વચ્ચે તે ન્યૂયોર્ક યાત્રા કરશે તેમ મક્કમતાથી કહ્યુ હતુ.
મમદાની અને ટ્રમ્પ વચ્ચે વિવાદ
ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓ આવી ધમકીઓથી ચિંતિત નથી. તો આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, તેઓ મમદાનીને બહાર કાઢશે. તો સાથે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ જણાવ્યુ હતુ કે, દુનિયામાં પાગલપન વધુ છે. આવા પ્રકારની ધમકીઓ મૂર્ખતાપૂર્ણ છે. તેને ગંભીરતાથી લેવાની કોઇ જરુર નથી. ટ્રમ્પ અને મમદાની વચ્ચેનો વિવાદ પણ સૌ કોઇ જોઇ ચુક્યા છે. મમદાની 33 વર્ષીય યુવક છે. ભારતીય ફિલ્મ મેકર મીરા નાયરનો પુત્ર છે. તેના પિતા ગુજરાતી મુસ્લિમ છે. મમદાની ટ્રમ્પ અને પીએમ મોદીના વિરોધમાં નિવેદનબાજી કરતા જોવા મળે છે.