બ્રેકીંગ ન્યુઝ
ક્યાંક મજૂરની હત્યા તો ક્યાંક વૃદ્ધની ધોલાઇ… શંકા હેઠળ લોકોની ભીડે ક્રૂરતાની હદો વટાવી


દેશના બે જુદા જુદા રાજ્યોથી હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી હતી. પહેલી ઘટના દિલ્હી નજીકના હરિયાણાથી તો બીજી ઘટના મહારાષ્ટ્રમાં બની હતી. બંને ઘટનાઓમાં એક વાત કોમન હતી કે બીફની આશંકા હેઠળ ભીડે ક્રૂરતાની હદો વટાવી. એક તરફ લોકોની ભીડે પીડિત વ્યક્તિને એટલી હદે માર્યો કે તે મૃત્યુ પામી ગયો. જોકે બીજી ઘટનામાં લોકોની નિર્દયી ભીડે વૃદ્ધ સાથે મારપીટ કરી. બંને ઘટનાઓમાં પોલીસે કાર્યવાહી કરી. હરિયાણામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી જેમાં 2 સગીરો હતા જ્યારે મહારાષ્ટ્રના ધૂલેમાં આરોપીઓને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.