બ્રેકીંગ ન્યુઝ
World News: વર્ષ 2027માં Emmanuel Macron નહી બને રાષ્ટ્રપતિ?, પેરિસમાં રેલી દરમિયાન આપ્યા સંકેત

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ સંકેત આપ્યા છે કે આગામી ટર્મમાં તેઓ રાષ્ટ્રપતિ નહી બને. પરંતુ વર્ષ 2032માં તેઓ પરત ફરી શકે છે. ઇમૈનુએલ મૈક્રો પોતાના નિવેદનોને કારણે રાજનીતિના કેન્દ્ર સ્થાને હમેંશા જોવા મળે છે. પેરિસમાં એક રેલી દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી નહી લડે તે મામલે સંકેત આપ્યા હતા. આ રેલી યુવા વિંગની 10મી વર્ષગાંઠના સમયે આયોજિત કરવામાં આવી હતી. આ વિંગ ઇમૈનુએલ મૈક્રોએ પોતાના પ્રથમ રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે તૈયાર કરી હતી.
શું કહે છે બંધારણ ?
ફ્રાંસનું બંધારણ કોઇપણ વ્યક્તિને સતત 3 વાર રાષ્ટ્રપતિ બનવા માટે પરવાનગી નથી આપતું. તેવામાં વર્ષ 2027માં મૈક્રો રાષ્ટ્રપતિ ચૂંટણી નહી લડી શકે. પરંતુ જો તેઓ પોતાના કાર્યકાળમાં બ્રેક લેશે તો, તેઓ વર્ષ 2032માં ફરી પોતાની કિસ્મત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અજમાવી શકે છે. ઇમૈનુએલ મૈક્રો પોતે જણાવી ચુક્યા છે કે, તેઓને બંધારણે સતત ચૂંટણી લડતા અટકાવ્યા છે. તેઓ ભવિષ્ય માટે તૈયારીઓ કરી શકે છે.
રાજનીતિમાં હલચલ તેજ
ઇમૈનુએલ મૈક્રો હજુ પણ રાજનીતિમાં હલચલ મચાવી રહ્યા છે. તેઓ ભલે રાષ્ટ્રપતિ ન બની શકે તો પણ તેઓ પોતાની ઉપસ્થિતિ રાજનીતિમાં દર્શાવતા રહેશે. રેલી દરમિયાન તેઓએ પોતાના સમર્થકોને આડકતરી રીતે સંકેત આપ્યા છે. વર્ષ 2027 માટે ઇમૈનુએલ મૈક્રોની પાર્ટીમાં જ સંભવિત ઉમેદવાર માટે ચર્ચાઓ શરુ થઇ છે. રેલી બાદ ફ્રાંસના પૂર્વ પીએમ અને વર્તમાન પાર્ટી પ્રમુખ ગેબ્રિયલ અત્તાલે પોતાની દાવેદારી મામલે સંકેત આપ્યા છે.