Gujarat News: વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ આપી ચેલેન્જ, ગોપાલ ઈટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતે તો રાજીનામું આપીશ

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં મીડયા સમક્ષ ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી. કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, સોમવારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીએ. ગોપાલ ઈટાલિયા અને હું મોરબીમાં ચૂંટણી લડીએ. મોરબીમા ગોપાલ જીતશે તો હું બે કરોડ રૂપિયા આપીશ. હવે બંનેમાંથી કોઈએ ફરવાનું રહેતુ નથી.
કાંતિ અમૃતિયા બાદ વધુ એક ધારાસભ્ય એ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી
હવે આ ચેલેન્જની રાજનીતિમાં મામલો વધુ ગરમ થઈ રહ્યો છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું હતું કે, ગોપાલ ઈટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઈશ. ઇટાલીયા સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડી બતાવે. વાંકાનેર MLA પદથી રાજીનામું આપી દઇશ.ચૂંટણી લડવાની તાકાત હોય તો આવી જાવ. કાંતિ અમૃતિયા બાદ વધુ એક ધારાસભ્ય એ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી છે.
ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઈશ અને તે જીતે તો તેને બે કરોડ રૂપિયા હું આપીશ.કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણ ગરમાયું હતું. ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મોરબીના ધારાસભ્યએ મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે. હું તેમની આ ચેલેન્જને સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે. જો તમે શરૂ હોવ તો ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે.