World News: બાંગ્લાદેશના Prime Minister હવે નહી કહેવાય SIR, યૂનુસ સરકારે કેમ લીધો નિર્ણય?

બાંગ્લાદેશની વચગાળા સરકારે પીએમને SIR કહેવાની પંરપરાને સમાપ્ત કરી છે . આ નિર્ણય પીએમના અધિકારોને ઓછા કરવા માટેનો પ્રયાસ છે. શેખ હસીનાએ પીએમ બન્યા બાદ SIR કહેવાની પરંપરા શરુ કરી હતી. તો હવે આ તરફ, બાંગ્લાદેશની વચગાળાની યૂનુસ સરકારે પીએમના પ્રોટોકોલની સમીક્ષા કરવા મામલે પણ વાત કરી છે.
પીએમને SIR નહી કહેવાય
બાંગ્લાદેશની અધિકારી હવે પીએમને SIR નહી કહે. મોહમ્મદ યૂનુસના સલાહકારે જણાવ્યુ છે કે, હાલમાં એ તમામ પ્રોટોકોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે શેખ હસીનાના સમયમાં પીએમને આપવામાં આવતા હતા. યૂનુસ સરકાર આ તમામ બાબતોને ખત્મ કરવા માગે છે. યૂનુસ સરકારે એ તમામ મહિલાઓને પણ SIR કહેવા પર રોક લગાવી છે જેમને પ્રોટોકોલ હેઠળ SIR કહેવામાં આવતા હતા.
હવે પીએમને શું કહેવામાં આવશે ?
SIR કહેવા પર મનાઇ ફરમાવ્યા બાદ હવે પીએમને શું કહેવું તેના પર ચર્ચા શરુ કરવામાં આવી છે. ત્યારે આ મામલે યૂનુસ સરકારે હજુ કોઇ નિર્ણય લીધો નથી. પરંતુ પીએમને મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટના નામથી સંબોધવામાં આવશે તે મામલે શક્યતા જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં પીએમનું પદ કાર્યવાહક પ્રમુખ તરીકે હોય છે. તો પીએમ પાસે અધિકાંશ અધિકારો પણ હોય છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ માત્ર બંધારણીય પદ છે.