બ્રેકીંગ ન્યુઝ
પ્રજા ત્રાહીમામ, ભારે વરસાદ બાદ વાહનચાલકો માટે નવી 'આફત', ભ્રષ્ટ અધિકારીઓ મોજમાં


ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાવાની પીડા પ્રજાએ સહન કરી. હવે અમદાવાદ શહેરના 19,000 જેટલા ખાડામાંથી પોતાને ઈજા થાય નહીં એવી રીતે વાહન ચલાવવાની પીડા ભોગવવાની છે. તડકો નીકળતા વધુ એક પીડાનો ઉમેરો થયો છે. ખાડામાંથી કપચી, માટી અને ધૂળ ઉડવી શરૂ થઈ છે. આ ધૂળ શ્વાસની બીમારી નોંતરી શકે અને અકસ્માત પણ સર્જી શકે. જોકે, મોંઘીદાટ ગાડીઓમાં એ.સી. ચાલુ રાખી, પડદાં પાડી, કાચ બંધ રાખી મદમસ્ત ફરતા અધિકારીઓને પ્રજાની આ હાડમારીનો ક્યારેય લેશમાત્ર ખ્યાલ આવશે નહીં. ભોગવવાનું તો પ્રજાએ જ છે.