બ્રેકીંગ ન્યુઝ
'વૃક્ષો કાપો, વિકાસ લાવો…' હવે અમદાવાદના આ વિસ્તારમાં 400 વૃક્ષોનું ગ્રીન કવર બરબાદ કરાશે


સાયન્સ સિટી રોડ પર દસ વર્ષ પહેલાં વાવેલા અને આજે પૂર્ણ કક્ષાએ વૃક્ષ બનીને ખીલેલા ચારસોથી વધુ વૃક્ષોને બીઆરટીએસ ટ્રેકના કારણે ખાતમાં બોલવા જઈ રહ્યો છે. અમદાવાદમાં પર્યાવરણ માટે સૌથી સંવેદનશીલ અને હરીયાળા ગણાતા સાયન્સ સિટી વિસ્તારના મુખ્ય માર્ગને સી.જી.રોડ જેવો બનાવવાની કામગીરી સાથે બી.આર.ટી.એસના ટ્રેક આગળ હવે કાપવાના આરે આવીને ઊભા છે.