બ્રેકીંગ ન્યુઝ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


ગુજરાતમાં વરસાદ હવે વિરામ લઈ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જેમાં સુરત શહેરમાં 24 મિ.મી., ભાવનગરમાં 15 મિ.મી વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચમી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ચોથીથી 10મી સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે.’