બ્રેકીંગ ન્યુઝ
ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું, મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કૂકી સમુદાય, મણિપુરમાં ફરી હિંસા શરૂ


મણિપુરમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કુકી સમુદાયે શનિવારે આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી હતી. આ રેલીઓમાં લોકો અલગ વહીવટી તંત્રની માંગ પર અડગ દેખાયા. લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહની કથિત ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો, જેમાં કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કૂકી સમુદાયના લોકોએ ચુરાચંદપુર જિલ્લાના લેઇશાંગ, કાંગપોકપીના કૈથેલમંબી અને તેંગનોપલના મોરેહમાં રેલીઓ યોજી હતી.