બ્રેકીંગ ન્યુઝ
અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, નેપાળી વિદ્યાર્થિનીની હત્યા કરવાનો લાગ્યો આરોપ


અમેરિકાના ટેક્સાસમાં 21 વર્ષીય નેપાળી વિદ્યાર્થિની મુના પાંડેના મૃત્યુમાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય મૂળના 51 વર્ષીય બોબી સિંહ શાહની 28મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બોબી સિંહ શાહ પર 24મી ઓગસ્ટે લૂંટના પ્રયાસ દરમિયાન હ્યુસ્ટન કોમ્યુનિટી કોલેજની નર્સિંગની વિદ્યાર્થિની મુના પાંડેને ગોળી મારવાનો આરોપ છે.