બ્રેકીંગ ન્યુઝ
ગુજરાત સરકારે સ્ટાઇપેન્ડમાં કરેલો 20% વધારો અપૂરતો, રેસિડન્ટ ડોક્ટરો સોમવારથી હડતાલ પર


ગુજરાત સરકાર દ્વારા 31મી ઓગસ્ટે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝીયોથેરાપીમાં રૂ.13, 440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ વધારો કર્યો હતો. જો કે, રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી હડતાલ પર ઊતરશે.