બ્રેકીંગ ન્યુઝ
શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા પર રાજકારણ ગરમાયું, ઉદ્ધવ-શરદે માર્ગો પર ઊતરી બતાવ્યો 'પાવર'


મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા પર રાજકારણ ગરમાયું છે. આ મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માફી પણ માગી છે. પીએમ મોદીની માફી બાદ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો છે. એેક તરફ મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે તો I.N.D.I.A. ગઠબંધને આ મામલે સરકાર સામે મોરચો ખોલ્યો છે. મહાવિકાસ આઘાડીએ મેગા મુંબઈ પ્રોટેસ્ટનું એલાન કર્યું છે. બીજી તરફ વહીવટી તંત્રએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સત્તાધારી ભાજપ વિપક્ષના આ વિરોધનો જવાબ આપવા માટે અલગથી પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.