બ્રેકીંગ ન્યુઝ
Aravalli: ભિલોડાનો સુનસર ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની ભીડ જામી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામમાં આવેલો સુનસર ધોધ સક્રિય થયો છે. ગત રાત્રે થયેલા વરસાદ બાદ ડુંગર પરથી ખળખળ કરતું પાણી વહી રહ્યું છે. ધોધ સક્રિય થતાં જ કુદરતી સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.