Bihar Election 2025: Chirag Paswan અને Kangana Ranaut વિશે Tej Pratap Yadavએ શું કહ્યુ?

બિહાર ચૂંટણી 2025 માટે રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. લાલુ પ્રસાદ યાદવના ઘરમાં તેજ પ્રતાપ અને અનુષ્કા યાદવના સંબંધોના કારણે વિવાદ જોવા મળી રહ્યુ છે. જેના કારણે તેજ પ્રતાપને પરિવાર, સંપત્તિ અને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેજ પ્રતાપને જ્યારે બિહાર ચૂંટણીમાં તેમની શું રણનીતિ છે. અને ચિરાગ પાસવાન તથા કંગના રનૌત વિશે તેઓ શું વિચારે છે તે અંગે પૂછવામાં આવતા તેઓએ પોતાના અંદાજમાં જવાબ આપ્યા હતા.
કંગના રનૌત પ્રિય હિરોઈનઃ તેજ પ્રતાપ
પાર્ટી અને પરિવારથી દૂર રહ્યા બાદ આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે પહેલીવાર ખુલીને પોતાના દિલની વાત કરી. રાજકારણને બાજુ પર રાખીને, તેજ પ્રતાપે પોતાની અંગત પસંદ-નાપસંદ વિશે વાત કરી હતી. જ્યારે તેમને તેમની મનપસંદ હિરોઈન વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે, “મારી પ્રિય હિરોઈન કંગના રનૌત છે. મને ગેંગસ્ટર, વો લમ્હે અને મણિકર્ણિકા જેવી તેની ઘણી ફિલ્મો ગમે છે. મને તેનો અભિનય ખૂબ ગમે છે.” કંગના પણ નેતા બની ગઈ છે. આ સવાલના જવાબમાં તેજ પ્રતાપે હસીને કહ્યું, “જ્યારે આપણે નેતા બન્યા, ત્યારે તેણે અમને જોઈને નેતા બનવાનું નક્કી કર્યું હશે.
ચિરાગ પાસવાન વિશે શું કહે છે તેજ પ્રતાપ ?
ચિરાગ પાસવાનના મ્યુઝિક વીડિયોના ઉલ્લેખ પર, તેજ પ્રતાપે કટાક્ષ કર્યો, “હા, તેમની સાથે એક ગીત પણ આવ્યું હશે, આગામી સમયમાં મારી તસવીર આવશે, કોઈ વાંધો નથી. જ્યારે અમારી રીલ વાયરલ થઈ રહી છે. ત્યારે અભિનય કરવામાં શું મોટી વાત છે? અમારા પિતાએ પણ અભિનય કર્યો છે.