બ્રેકીંગ ન્યુઝ
માનવતા મરી પરવારી! ગંગા નદીમાં અધિકારી ડૂબ્યાં તો તરવૈયાએ બચાવવા 10000 રૂ. માગ્યા


ઉત્તરપ્રદેશના વારાણસીમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પદ પર ફરજ નિભાવતા આદિત્યવર્ધન સિંહ ગંગા નદીમાં ડૂબી ગયો હતો. મળતી માહિતી અનુસાર આદિત્યવર્ધન પોતાના મિત્રો સાથે ગંગામાં સ્નાન કરવા માટે બિલ્હૌર વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો અને તેનો પગ લપસી ગયો. જયારે તે ડૂબી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર સ્થાનિક તરવૈયાએતેને બચાવવા માટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી.