બ્રેકીંગ ન્યુઝ
અંતરિક્ષમાં જનારા લોકોના શરીર પર કેવી થાય છે ઈફેક્ટ? સ્ટડીમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ


ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં ફસાયેલી છે. નાસાનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેનું ઠેકાણુ બની ગયું છે. દરમિયાન અંતરિક્ષ યાત્રી પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે, અવકાશ યાત્રાથી શરીર પર શું શું અસર થાય છે. આ અભ્યાસ પ્રમાણે અવકાશ યાત્રાથી પેટની અંદરના અંગોમાં એવા ફેરફારો થઈ શકે છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્રને અસર કરી શકે છે. સંશોધકોનું કહેવું છે કે, પરિણામો એ સમજવામાં મદદ કરે છે કે, લાંબા સમયગાળાના અંતરિક્ષ અભિયાન અવકાશયાત્રીઓના સ્વાસ્થ્યને કેવી અસર કરી શકે છે. આ અભ્યાસ ભવિષ્યની અવકાશ યાત્રા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.