બ્રેકીંગ ન્યુઝ
માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગ કૌભાંડનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ઠક્કર દુબઈથી ઝડપાયો


અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી છે. દીપક ઠક્કર ડીસાનો રહેવાસી છે અને તે દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો.