બ્રેકીંગ ન્યુઝ
Gujarat Rain News: અરવલ્લીના ભીલોડાનો સુનસર ધોધ સક્રિય થયો

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં વાતાવરણ આહ્લાદક બન્યું છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ભીલોડાનો સુનસર ધોધ જીવંત થયો છે. ધરતી માતાના મંદિર પાસે આવેલો સુનસર ધોધ સક્રિય થતાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. ડુંગર પરથી કુદરતી રીતે વહેતા ધોધને માણવા અનેક પ્રવાસીઓ આવી રહ્યાં છે.
અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત
અરવલ્લીના ભીલોડામાં 6 ઈંચ જેટલો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી રીતે વહેતો સુનસર ધોધ સક્રિય થતાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. જ્યારે પણ ભીલોડામાં ભારે વરસાદ થાય ત્યારે સુનસર ધોધ સક્રિય થાય છે. ધોધ સક્રિય થતાં આસપાસના વાતાવરણમાં પણ નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.