બ્રેકીંગ ન્યુઝ
તોફાની બેટરે 2024 માં કર્યો છગ્ગાનો વરસાદ, 'સિક્સર કિંગ' ક્રિસ ગેલનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો


વેસ્ટ ઈન્ડિઝનો બેટર નિકોલસ પૂરન આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. પોતાની ઘાતક બેટિંગ દ્વારા તે બોલરોને ધ્રૂજતા કરી દે છે. પહેલા બોલ પર જ પ્રહાર કરવાની ક્ષમતા તેને અન્ય બેટર કરતા અલગ બનાવે છે. આ જ કારણે તેની મોટાભાગની ઇનિંગ્સમાં તેણે ચોગ્ગા કરતાં વધુ છગ્ગા માર્યા છે. વર્ષ 2024માં પૂરને એટલા બધા છગ્ગા ફટકાર્યા છે કે તેણે ક્રિસ ગેલનો 9 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. 2024ને સમાપ્ત થવામાં હજુ ચાર મહિના બાકી છે. પરંતુ તે પહેલા પૂરને એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.