બ્રેકીંગ ન્યુઝ
કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ; સોનિયા-રાહુલ ગાંધી સહિત 40 સ્ટાર પ્રચારકો જાહેર


જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે 18મી સપ્ટેમ્બરથી મતદાનની શરૂઆત થવાની છે, ત્યારે આ ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ઉમેદવારોના નામ અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં લાગી ગયા છે. આજ ક્રમમાં કોંગ્રેસે આજે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સીપીસી ચેરપર્સન સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.