બ્રેકીંગ ન્યુઝ
VIDEO: દેશને મળશે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન, અનેક આધુનિક સુવિધાઓથી હશે સજ્જ


ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળ્યા બાદ ભારતીય રેલવે તરફથી ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે (પહેલી સપ્ટેમ્બર) બેંગલુરુમાં BEMLની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચના કોપી વર્ઝનનું અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું કે, ‘વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચનું સંચાલન કરતા પહેલા તેનું 10 દિવસ સુધી પરીક્ષણ કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં આ ટ્રેનનું સંચાલન શરૂ થવાની સંભાવના છે.’