બ્રેકીંગ ન્યુઝ
યુક્રેને રશિયા પર કર્યો સૌથી મોટો ડ્રોન હુમલો, જેમાં 158 નષ્ટ કરાયા, બેલગોરોડમાં 5 લોકોનાં મોત


યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાતોરાત 158 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા, મોસ્કો શહેરમાં બે અને મોસ્કોની આસપાસના નવ વિસ્તારોમાં હુમલો થયો હતો. આના પરથી સમજી શકાય છે કે યુક્રેને કેટલા મોટા ડ્રોન હુમલા કર્યા હશે. રશિયન સૈન્યએ કુર્સ્ક પ્રદેશમાં 46 ડ્રોનનો નાશ કર્યો હતો, યુક્રેને બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયન ધરતી સૌથી મોટા હુમલાના ભાગરૂપે આ સપ્તાહે સૈનિકો મોકલ્યા હતા.