બ્રેકીંગ ન્યુઝ
Job Vacancy: DRDOમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક, આ રીતે અપ્લાય કરી શકો છો


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ એપ્રેન્ટિસ તાલીમ માટે અરજીઓ આમંત્રિત કરી છે. DRDOની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) એ ‘ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ’ અને ‘ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ’ શ્રેણીઓ હેઠળ એપ્રેન્ટિસશિપ તાલીમ માટે અરજીઓ મગાવી રહી છે. રૂચિ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે ઑફલાઇન (સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ) 7મી ઑક્ટોબર સુધી અરજી કરી શકે છે.