બ્રેકીંગ ન્યુઝ
મોદી સરકાર માટે ખુશખબરી, ઓગસ્ટ-2024માં GST કલેક્શનમાં ધરખમ વધારો, જુઓ આંકડો


કેન્દ્ર સરકારની તિજોરીમાં આવક વધી છે. જેની પાછળનું કારણ જીએસટી કેલક્શનમાં સતત વધારો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 10 ટકા વધ્યા છે. ઓગસ્ટમાં સરકારે રૂ. 1.75 લાખ કરોડનું ક્લેક્શન કર્યું છે. જે ગતવર્ષની રૂ. 1.59 લાખ કરોડની તુલનાએ 10 ટકા વધુ છે. જો કે, માસિક ધોરણે ગતમહિનાની તુલનાએ જીએસટી કલેક્શન ઘટ્યું છે. જુલાઈમાં રૂ. 1.82 લાખ કરોડની આવક જીએસટી પેટે થઈ હતી.