બ્રેકીંગ ન્યુઝ
ગુજરાત સહિત દસ રાજ્યમાં બીજીથી સાતમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ


ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાતમી સપ્ટેમ્બર સુધી ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, કેરલ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.