બ્રેકીંગ ન્યુઝ
પ્રસિદ્ધ 'જાસૂસ' વ્હેલ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ, ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી


વર્ષ 2019માં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારી ‘હવાલ્દિમીર’ નામની બેલુગા વ્હેલ નોર્વેમાં મૃત હાલતમાં મળી આવી હતી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ 14 ફૂટ લાંબી અને 2,700 પાઉન્ડ વજન ધરાવતી વ્હેલ પાંચ વર્ષ પહેલાં કેમેરા લગાવવા માટે તૈયાર કરાયેલા ઉપકરણો સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેને ઈન્ટરનેટ પર Hvaldimir Spy Whale ઉપનામ આપવામાં આવ્યું હતું. આ ઉપકરણોને સેન્ટ પીટર્સબર્ગના નિશાન લગાવવામાં આવ્યા હતા. જે પછી મોટા પ્રમાણમાં એવી અટકળો ફેલાઈ હતી કે, આ વ્હેલ રશિયન રિકોનિસન્સ મિશનનો ભાગ હતી.