બ્રેકીંગ ન્યુઝ
ભાજપના નેતાએ વિશ્વામિત્રીમાં દબાણ કરી બંગલો બાંધી દીધો, આ પૂર માનવસર્જિત: અમિત ચાવડા


ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં તબાહી મચ્યા બાદ અનેક નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા આજે વડોદરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી. બેઠક દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા પુર અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક બાદ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના નેતાએ વિશ્વામિત્રી નદીમાં દબાણ કરી બંગલો બાંધી દીધો છે. અગોરા મોલે નદીમાં દબામ કર્યું છે, તેથી વડોદરામાં કુદરતી નહીં પણ સરકાર સર્જિત પુરની આફત આવી છે.