Vadodara જિલ્લાની 34 ગ્રામ પંચાયતો સમરસ, હવે 295 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે

વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર ધીરે ધીરે સામે આવી રહ્યું છે જેમાં જિલ્લાની 34 ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી છે, કુલ 329 પૈકી 246 પંચાયતમાં ચૂંટણી થવાની હતી, 83 બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી હવે 295 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે અને ડભોઈના રસુલપુર સહિત 3 ગ્રામ પંચાયત સમરસ બની છે, કરજણમાં સૌથી વધુ 15 ગ્રામ પંચાયત સમરસ બની છે.
વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં વડોદરા જિલ્લામાં ૨૪૬ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૮૩ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. જેમાં ચૂંટણી યોજાય તે પૂર્વે જ ૩૪ ગ્રામ પંચાયતો સમરસ એટલે કે બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જેમાં કરજણ તાલુકામાં સૌથી વધુ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. જેથી હવે ૨૯૫ ગ્રામ પંચાયતોમાં જ ચૂંટણી યોજાશે. ૨૨મી જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં કુલ ૩૨૯ ગ્રામ પંચાયતોનો સમાવેશ થતો હતો.
રસુલપુર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ હતી
ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામા આવી હતી અને ગઈકાલે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો દિવસ હતો. ત્યારે ચૂંટણી યોજાય તે પૂર્વે જ ડભોઈ તાલુકાની રસુલપુર પંચાયતની ચૂંટણીમાં કોઈ ઉમેદવારે જ ફોર્મ ભર્યુ ન હતુ. તેમજ આઠ વોર્ડ સભ્ય પૈકી માત્ર વોર્ડ ૮માં એક ફોર્મ ભરાયેલુ હતુ. જે બિનહરીફ થયુ છે. જેથી આ રસુલપુર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ હતી. આ જ રીતે, ડભોઈ તાલુકામાં બીજી બે ગ્રામ પંચાયતો પણ હરીફ થતા ડભોઈ તાલુકામાં ૨૮ પૈકી ૩ ગ્રામ પંચાયતો સમરસ થતા હવે ૨૪ ગ્રામ પંચાયતોમાં જ ચૂંટણી યોજાશે.
સમરસ ગ્રામ પંચાયત એટલે શું જાણો
સમરસ ગ્રામ પંચાયત-એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.