Bihar Assembly Election 2025: મીડિયાના પ્રશ્નોના જવાબમાં Tej Pratap Yadavએ આ શું કહ્યું?

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે તડામાક તૈયારીઓ ચાલી રહી છે. આરોપ અને પ્રતિઆરોપના દૌર યથાવત્ છે. શાસક અને વિપક્ષ એકબીજા પર પ્રહાર કરી રહ્યુ છે. ત્યારે બિહાર વિધાનસભાના મોન્સૂન સત્રમાં હોબાળો સર્જાયો હતો. અહીં વિપક્ષના ધારાસભ્યો કાળા કપડા પહેરીને આવ્યા હતા. પરંતુ તેજ પ્રતાપ યાદવ સફેદ કુર્તામાં જોવા મળ્યા હતા. જ્યારે તેમને આ કપડાના રંગ વિશે પૂછવામાં આવ્યુ હતુ ત્યારે તેઓએ હાસ્યસ્પદ જવાબ આપ્યો હતો.
શનિ ગ્રહનો પ્રકોપઃ તેજ પ્રતાપ યાદવ
લાલૂ યાદવના મોટા પુત્ર અને પરિવાર તથા પાર્ટીમાંથી દૂર કરવામાં આવેલા તેજ પ્રતાપ યાદવ આજે સફેદ કુર્તામાં જોવા ળ્યા હતા. આ સફેદ રંગ આજે તમામ માટે ચર્ચાનો વિષય રહ્યો હતો. તેજ પ્રતાપે જણાવ્યુ હતુ કે, તેમના પર શનિ ગ્રહનો પ્રભાવ છે. અને તેઓ કાળો રંગ શનિવારના રોજ પહેરે છે. દરેક દિવસ માટે દરેક રંગ અસરકારક હોય છે. અને તેજ પ્રમાણે તેઓ કપડા પહેરે છે. તેજ પ્રતાપના આ જવાબે વિધાનસભામાં બેસેલા લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. વિરોધ પ્રદર્શન માટે લોકો કાળા કપડાં પહેરે છે. પણ તેજ પ્રતાપના સફેદ રંગે તમામનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ.
મોનસૂન સત્ર દરમિયાન હોબાળો
બિહાર વિધાનસભામાં મોનસૂન સત્ર ચાલી રહ્યુ છે. વિપક્ષે SIR મુદ્દે હોબાળો કર્યો હતો. વેલમાં વિરોધ કરી રહેલા માર્શલ અને ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કા કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન બાદ પણ સરકારે મહત્ત્વના વિધેયકો સદનમાં રજૂ કર્યા હતા. જેમાં બિહાર મોલ સેવા સંશોધન બિલ, બિહાર નગર પાલિકા સંશોધન વિધેયક, બિહાર વિશેષ સર્વેક્ષણ સંશોધક બિલ વગેરે જેવા બિલ સદનમાં રજૂ કરવામાં આવ્યા હતા.