Kheda News: ભાજપે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ લિંબાસીમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી. તેમણે દારુ બંધ કરાવવા પોલીસને ચેલેન્જ આપી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી અનેક વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. કેસરીસિંહ અમૂલના ભ્રષ્ટાચાર અંગે ઘણા સમયથી અવાજ ઉઠાવતા હતાં. તેમને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલે સસ્પેન્ડ કર્યા છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલે કર્યા સસ્પેન્ડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલે તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે.કેસરીસિંહે ઘણાં સમયથી પક્ષ સામે મોરચો માંડ્યો હતો. અમૂલના ભ્રષ્ટાચાર સામે ઘણા સમયથી તેઓ અવાજ ઉઠાવતા હતાં. KDCC બેંક સત્તાધિશો વિરુદ્ધ પણ આક્ષેપો કર્યા હતાં. કેસરીસિંહને ભાજપે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
લિંબાસીમાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડી
ગઈકાલે કેસરીસિંહે લિંબાસીમાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડી વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. તેમણે પોલીસને દારુ બંધ કરાવવાની ચેલેન્જ આપી હતી. તેમણે લિંબાસીમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર રેડ પાડી હતી. રેડ પાડી તે સ્થળ પરથી અનેક વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. તેમણે લિંબાસી પોલીસને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી હતી. તેમણે મહિલા પીએસઆઈને દારુ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હોવા છતાં પોલીસે કોઈ જવાબ નહીં આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.