બ્રેકીંગ ન્યુઝ

Radhanpur News: ધારાસભ્ય લવિંગજી ઠાકોર મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાના આક્ષેપથી ખળભળાટ


ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોને સમરસ કરવા નેતાઓ અને ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા હતાં અને લાખોની ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી. ત્યારે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે મળતિયા સરપંચોને ગ્રાન્ટ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યને અનેક રજૂઆતો કરી હોવા છતાં ગ્રાન્ટ નહીં મળતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાનો આક્ષેપ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાધનપુર તાલુકા પંચાયત એસોસિએશનના પ્રમુખના પતિ દ્વારા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા ગામડાઓને ગ્રાન્ટ નહીં અપાતી હોવાનો તેમજ મળતિયા સરપંચોને ગ્રાન્ટ અપાતી હોવા અંગે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રાન્ટના અભાવે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યને રજૂઆત કરવા છતાં ગ્રાન્ટ નહીં અપાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગ્રાન્ટના અભાવે ગામડાનો વિકાસ રુંધાઇ રહ્યાનો આક્ષેપ

સરપંચ એસોસિએશન પ્રમુખના પતિના જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ નહીં આપતા ગામડાનો વિકાસ રુંધાઈ રહ્યો છે.કેટલીક ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય દ્વારા એક પણ ગ્રાન્ટ આપવામાં આવી નથી. જેથી ગ્રામ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપવા માગ કરાઈ છે. ધારાસભ્ય સામે આક્ષેપ થતાં જ રાધનપુરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!