
અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સમૂહ લગ્નોત્સવ અંતર્ગત 108 દીકરીઓને ગાયત્રી મંદિર બાયડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા
અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના યોજાનાર કાર્યક્રમ અંતર્ગત ગુરૂવારના રોજ ગાયત્રી મંદિર બાયડ ખાતે સમૂહ લગ્નમાં ભાગ લેનાર 108 દીકરીઓને પાનેતર વિતરણનો કાર્યક્રમ અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના હસ્તે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 108 દીકરીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા