LIVE TVરાજ્ય

*સામાજિક એકતા અને સંવેદનાનું પ્રતીક એટલે સમૂહ લગ્ન સમારોહ..!!*

ઈડરના તાલુકાના ઉમાધામ દરામલી ખાતે શ્રી બાર ગોળ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ આયોજીત 36 મો સમુહ લગ્નોત્સવ ધામધુમપુર્વક યોજાયો*

 

આજ રોજ ઇડર તાલુકાના “ઉમાધામ” દરામલી ખાતે શ્રી બાર ગોળ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત ૩૬ માં સમૂહ લગ્નોત્સવમાં સાબરકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડી રહેલા તમામ નવયુગલોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવનના આશીર્વાદ સહ ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી .

સેવાકીય અને સામાજિક પ્રકલ્પોનું આયોજન સમાજની એકતા અને ઉન્નતિના દર્શન કરાવે છે ત્યારે આ સમૂહ લગ્નોત્સવના સર્વે આયોજકોને સાંસદ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

આ શુભ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સાથે ઇડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા, મુખ્ય દાતા મુકેશભાઈ પટેલ, ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ કાન્તિભાઈ પટેલ,સમસ્ત બાર ગોળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ,ઉપપ્રમુખ  મહેન્દ્રભાઈ પટેલ,હિંમતનગર તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, સહિત દાતાઓ  અને સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!