બ્રેકીંગ ન્યુઝ
પુતિનની ધરપકડ થવાની આશંકા ! જે દેશે જારી કર્યું હતું વૉરંટ, તે જ દેશમાં જશે રશિયાના રાષ્ટ્રપતિ


આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે (ICC) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરવા માટે વોરંટ જાહેર કર્યું હોવા છતાં પુતિન મંગોલિયાના પ્રવાસો જવાના છે. મંગોલિયા પહેલું એવું દેશ છે, જે આઈસીસીનું સભ્ય છે. આવી સ્થિતિમાં પુતિનની ધરપકડ થવાની આશંકા છે. જોકે તેમ છતાં ક્રેમલિને (રશિયાના રાષ્ટ્રપતિનું સરકારી નિવાસસ્થાન) કહ્યું કે, અમને પુતિનની મંગોલિયા યાત્રા મામલે કોઈ ચિંતા નથી. ઉલ્લેખનીય છે કે, મંગોલિયા આઈસીસીનું સભ્ય છે અને આ અદાલતે ગત વર્ષે પુતિનની ધરપકડ કરવા માટે વૉરંટ જારી કર્યું હતું.