Bihar Assembly Election 2025: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી Tej Pratap Yadavએ પરિવારના સભ્યોને કર્યા અનફોલો

લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને રાજનેતા તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી પોતાના પરિવારના સભ્યોને અનફોલો કર્યા છે. લાલૂ પ્રસાદ યાદવે પહેલા તેજ પ્રતાપને પરિવાર, સંપત્તિ અને પક્ષમાંથી બેદખલ કર્યા હતા. જે બાદ મામલો વધુ તંગદિલી વાળો બન્યો હતો. અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધો બાદ તેજ પ્રતાપ માટે તેના પરિવારના સંબંધો વધુ સખ્ત બન્યા હતા. અને બિહારની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાયો હતો.
‘ડિજિટલ પગલા’ના કારણે ફરી વિવાદ
તેજ પ્રતાપ યાદવે પરિવારની સાથે આરજેડીના હેંડલને પણ અનફોલો કર્યુ છે. તેજ પ્રતાપના આ પ્રકારના પગલાએ રાજનીતિમાં ચર્ચાનો દૌર શરુ કર્યુ છે. હવે સૌ કોઇ તેજ પ્રતાપના આગામી કાર્ય પર મીટ માંડીને બેઠુ છે. થોડા દિવસ અગાઉ તેજ પ્રતાપે આરજેડીનો ઝંડો તેના કાર પરથી દૂર કર્યો હતો. અને આગામી સમયમાં પોતાની નવી પાર્ટી શરૂ કરવા માટે દસ્તક આપી હતી. પરિવારના અનફોલો કર્યા બાદ તેજ પ્રતાપ તરફથી કોઇ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આવી નથી. થોડા દિવસ અગાઉ તેજ પ્રતાપે સોશિલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, મોદીજી મારા સપનામાં આવ્યા હતા. અને તેમના પક્ષમાં સામેલ થવા માટે કહી રહ્યા હતા. પરંતુ તેજ પ્રતાપ મોદીજીને રહી રહ્યા હતા. કે તમે અમારી નવી પાર્ટી સાથે જોડાઇ જાવ. આ પોસ્ટ બાદ તમામ રાજનેતાઓમાં હવે કુતુહલ જોવા મળ્યુ છે કે, શું તેજ પ્રતાપ તેમની નવી પાર્ટી શરુ કરશે?
વિવાદોથી ભરેલી અંગત જિંદગી
તેજ પ્રતાપ યાદવની અંગત જિંદગી હમેંશા ચર્ચામાં રહી છે. જેના કારણે તેમની કારકિર્દી પર અસર જોવા મળી છે. પ્રથમ લગ્ન ઐશ્વર્યા સાથે કર્યા પણ તેમાં મારઝૂડના વિવાદથી તેજ પ્રતાપ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં તેમના પ્રેમ સંબંધો અનુષ્કા યાદવ સાથે સોશિયલ મીડિયા પર આવતા ફરી તેમના જીવનમાં હલચલ પેદા થઇ. આ સંબંધો લાલૂ પ્રસાદ યાદવે સ્વીકાર્યા નહી. અને સાથે જ તેજ પ્રતાપને પરિવાર, પક્ષમાંથી બેદખલ કર્યા. હવે તેજ પ્રતાપની નવી પાર્ટી સાથેના અણસર અને ‘ડિજિટલ પગલા’ના કારણે ફરી કોઇ વિવાદ સર્જાય તો નવાઇ નહી.