બ્રેકીંગ ન્યુઝ

World News: ફ્રાન્સ આપશે ફિલિસ્તાનીઓને અલગ દેશની માન્યતા, કોણ બનશે રાષ્ટ્રપતિ?


ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ દુનિયાભરમાં હલચલ જોવા મળી રહી છે. ફ્રાન્સે ફિલિસ્તાનીઓને જલદીથી અલગ દેશ બનાવવા માટે માન્યતા આપશે. આ જાહેરાત બાદ ચર્ચા તેજ થઇ છે કે, નવા દેશના રાષ્ટ્રપતિ કોણ બનશે. કોના હાથમાં સત્તાનું સુકાન સોંપવામાં આવશે. હાલમાં રાષ્ટ્રપતિની સત્તા મહમૂદ અબ્બાસને સોંપવામાં આવી છે. ફ્રાન્સના નિર્ણયનું ઇઝરાયલ વિરોધ કરી રહ્યુ છે.

કોને સોંપાશે સત્તા ?

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન આ નિર્ણયને સત્તાવાર રીતે દુનિયા સમક્ષ મુકવામાં આવશે. ફ્રાન્સની માન્યતાથી ફિલિસ્તાનીઓને સ્વતંત્ર રાષ્ટ્ર ભલે મળી જાય પરંતુ અહી એક સવાલ એ ઉભો થાય છે કે, દેશની સત્તા કોના હાથમાં સોંપવી. 89 વર્ષની મહમૂદ અબ્બાસ વર્ષ 2004થી ફિલિસ્તાની ઓથોરિટી અને PLOના પ્રમુખ છે. પરંતુ સમયનું પરિવર્તન અને બદલતા રાજનૈતિક દૌરને કારણે તેમના પર દબાણ વધ્યુ છે. આ વર્ષની એપ્રિલ મહિનામાં અબ્બાસે હુસૈન અલ શીખને PLOના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હુસૈન અલ શીખને આઝાદ ફિલિસ્તાનના રાષ્ટ્રપતિ પણ બનાવી શકાય છે.

ફિલિસ્તાન આઝાદ દેશ તરીકે આગળ વધશે

સપ્ટેમ્બર મહિનામાં ફિલિસ્તાન આઝાદ દેશ તરીકે આગળ વધશે. અને રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. ફિલિસ્તાનની આઝાદી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. વિવિધ દેશો આ મામલે ફ્રાન્સનો વિરોધ પણ કરી રહ્યા છે. ફિલિસ્તાની ઓથોરોટીની લોકપ્રિયતા ઘણા લાંબા સમયથી ઓછી થઇ રહી છે. અને જનતામાં વિશ્વાસ અને સંતોષનો અભાવ જોવા મળી રહ્યો છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!