Modasaમાં કારને બચાવવા જતાં ડમ્પર નદીમાં ખાબક્યું, સદનસીબે જાનહાની ટળી

અરવલ્લી જિલ્લામાં જૂની શિણોલથી નવી શિણોલને જોડતા માર્ગ પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડમ્પર નદીમાં ખાબક્યું હોવાની સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત દરમિયાન ડમ્પરના ડ્રાઇવરને અને કંડક્ટરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ડમ્પરચાલકને અને કંડક્ટરને સ્થાનિકો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ એકસ્માતની ઘટના શિકા-કિશોરપુરા માર્ગ પર જૂની શિણોલ અને નવી શિણોલ વચ્ચે બની હતી.
ક્રેશ બેરિયર તોડીને ડમ્પર નદીમાં ખાબક્યું
જ્યાં ડમ્પર ચાલક સામેથી આવી રહેલી એક કારને બચાવવાનો પ્રયાસ કરતા ડમ્પર સાથે નદીમાં ખાબક્યો હતો. ડમ્પરચાલકે કાર સાથે અકસ્માત ન થાય તે માટે થઈને રોડની સાઈડમાં આવેલું ક્રેશ બેરિયર તોડીને સીધુ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસની ભીડ ત્યાં ઉમટી પડી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ડમ્પરચાલકને અને કંડક્ટરને સ્થાનિકો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામ
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટના મામલે વદુ તપાસ હાથ ધરી હતી. કારને બચાવા જતા ડમપરચાલકની સાવચેતીએ એક ગંભીર અકસ્માત થતા રોક્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ કારચાલક સંરૂર્ણ પણે સલામત છે. અકસ્માતને કારણે સ્થાનિકોની ભીડ ઉમટી પડતાં રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.