Aravalli News: માલપુરમાં બાઇકની ચોરીની ઘટના CCTVમાં કેદ, પોલીસે બાઇક ચોરને પકડવા તજવીજ હાથ ધરી

બાઇક ચોર દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે ચોરોને પોલીસનો જાણે કોઈ ડર જ રહ્યો નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અરવલ્લીના માલપુરના એક પેટ્રોલ પંપ પરથી બાઇક ચોરી કરી કરતા શખ્સનો વિડીયો CCTVમાં કેદ થયો છે. બાઇક ચાલક દ્વારા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે બાઇક ચોરને પકડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
પેટ્રોલ પંપ પાસેથી બાઇકની ચોરીની ઘટના CCTVમાં કેદ
બાઇક માલિકે માલપુર પોલીસમાં જાણ કરી હતી ત્યારે માલપુર પોલીસે CCTV ચેક કરતાં બાઇક ચોર બાઇક ચોરીને લઈ જઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ બાઇક ચોરને પકડવા માટે પોલીસે પોતાની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાઇક ચોરીને જઈ રહેલા શખ્સને પોલીસનો કે કોઈ જાતની સજાનો ડર જ ન હોય તેવું જોવા મળે છે.
પોલીસે બાઇક ચોરને પકડવા ચક્રો ગતીમાન કર્યા
આ અગાઉ પણ આવી ચોરીઓ થઈ છે પરંતુ આવો ચોરોને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. અમરેલી જિલ્લામાં બાઇક ચોરી કરતી બે ગેંગના સભ્યોને ચોરીના કુલ ૨૪ બાઇક મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા, વાહન ચોરીના કુલ – 25 અનડીટેકટ ગુનાઓને ડીટેકટ કરતી અમરેલી એલસીબી પોલીસ સક્રિય બની હતી. પોલીસે બાતમીના આધારે તમામ શખ્સોને ઝડપ્યા હતા.