બ્રેકીંગ ન્યુઝ

World News: Donald Trumpએ પાકિસ્તાનના પીએમ Shehbaz Sharifને વોશિંગ્ટન આવવા આપ્યુ આમંત્રણ, શું છે કારણ?


અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાન યાત્રાની અટકળો વચ્ચે હવે નવી જ માહિતી સામે આવે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફને અમેરિકા આવવા માટે આમંત્રણ આપ્યુ છે. અમેરિકાની સ્ટેટ ડિપાર્ટમેન્ટ પ્રવક્તા ટૈમી બ્રૂસે આ વાતના સંકેત આપ્યા છે. વોશિંગ્ટનમાં બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. અગાઉ એ ચર્ચા ચાલી રહી હતી કે, આગામી સમયમાં ડૉનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના પ્રવાસે જશે. પરંતુ આ મામલે વ્હાઇટ હાઉસમાંથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શહબાઝ શરીફ આવશે અમેરિકા

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટૈમી બ્રૂસે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન આવશે. જેમાં જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો મામલે ચર્ચા કરવામાં આવશે. અમેરિકાએ અગાઉ પાકિસ્તાન સેના પ્રમુખ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને અમેરિકાનું આમંત્રણ આપીને વ્હાઇટ હાઉસમાં તેમનું સ્વાગત કર્યુ હતુ. વર્ષ 2006માં તત્કાલીન રાષ્ટ્રપતિ જોર્જ બુશે પાકિસ્તાન યાત્રા કરી હતી. ત્યાર બાદ કોઇપણ અમેરિકાના રાષ્ટ્રપતિ પાકિસ્તાન નથી ગયા.

જમ્મૂ-કાશ્મીર મુદ્દે ચર્ચા

પાકિસ્તાન સેના પ્રમુખ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે અમેરિકાના પ્રવાસ દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પ માટે નોબલ શાંતિ પુરસ્કારની માગ કરી હતી. તો આ તરફ, ટ્રમ્પે તેમને રાજાશાહી મહેમાનગતિ આપીને વિદા કર્યા હતા. પાકિસ્તાનના મિત્ર ઇરાન પર 12 હજાર કિલોના બોમ્બ ફેક્યા હતા. અમેરિકાએ પાકિસ્તાનું સમર્થન મેળવવુ હતુ. જેના માટે મુનીરને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ઇરાન વિરુદ્ધ ઇઝરાયલ યુદ્ધમાં સમર્થન મળી રહે. અમેરિકા પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પ્રયત્નો કરશે કે જમ્મૂ-કાશ્મીર મુદ્દે ડૉનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થતા કરે. કારણે ભારત જમ્મૂ-કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય મુદ્દો ગણે છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!