Viral Video: બાપરે! બધા ભગવાન યાદ કરાવી દીધા, મહિલાએ શેર કર્યો રેપિડોનો ડરામણો અનુભવ

ટ્રાફિકથી બચવા ઘણા લોકો Rapido જેવી બાઈક કે ટેક્સી સેવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ હાલમાં, જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ સેવાઓની સેફ્ટી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. થોડી સેકેન્ડનો આ વીડિયો રેપિડો બાઈક રાઈડના સમય દરમિયાન થયેલા આ ઘટનાનો છે, જેમાં ડ્રાઈવરે હેલ્મેટ નથી પહેર્યું અને તેની સાથે બેસેલી છોકરીએ પણ હેલ્મેટ નથી પહેર્યું.
આ ઘટના ત્યારે થઈ હતી જ્યારે છોકરી રાઈડ લેતી સમયે વીડિયો બનાવી રહી હતી અને વાયરલ વીડિયોમાં સાફ જોવા મળે છે કે છોકરી રેપિડો રાઈડ દરમિયાન એક ટ્રેન્ડિંગ ટ્રેક, તડપાઓગે તડપા લો, વીડિયો બનાવી રહી છે, ત્યારે ડ્રાઈવરનું બેલેન્સ બગડે છે અને બાઈક પલટી ખાઈ જાય છે. આ સમગ્ર ઘટના રીલમાં રેકોર્ડ થઈ જાય છે તેને જોઈને લોકો દંગ રહી જાય છે.
રેપિડો તમારા પર પોતાનાથી વધારે વિશ્વાસ હતો
પ્રિયંકા નામની આ છોકરીએ પોતે જ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @bhangrabypahadan પર શેર કર્યો હતો, જેમાં તેણે આ વીડિયોને 15 લાખથી વધારે જોવામાં આવ્યો છે. તેણે વીડિયો શેર કરવાની સાથે પોતાના આ ડરામણો અનુભવ પણ શેર કર્યો હતો. પ્રિયંકાએ રેપિડોને ટેગ કરીને લખ્યું- એક બસ તમારા પર જ પોતાના કરતા વધારે ભરોસો હતો, હવે તે પણ તૂટી ગયો છે. રેપિડોવાળા ભાઈએ તો બધા ભગવાનના નામ યાદ અપાવી દીધા.
છોકરીએ રેપિડો રાઈડર પર લગાવ્યા આરોપ
તે છોકરીએ આગળ કહ્યું કે- મેં ડ્રાઈવર પાસે હેલ્મેટ માગ્યું હતું પરંતુ તેને ના પાડી દીધી. તેને પણ હેલ્મેટ પહેર્યું ન હોતું. છોકરીએ આરોપ લગાવ્યો કે ડ્રાઈવર ખોટી સાઈડ અને સ્પીડથી બાઈક ચલાવતો હતો જેના કારણે તે ડરી ગઈ હતી. પછી તેણે વીડિયો બનાવવાનું શરૂ કરૂ દીધું. પરંતુ થોડા સમય પછી ડ્રાઈવરનું બેલેન્સ બગડ્યું અને બાઈક પલટી ખાઈ ગયું. જો કે બંનેને વધારે વાગ્યું ન હોતું.
રેપિડોએ શું જવાબ આપ્યો?
પ્રિયંકાએ જણાવ્યું કે, આ ઘટના પછી તેણે તે સમયે જ ડ્રાઈવરને પૈસા આપી દીધા અને ચાલતા જ ઓફિસ જતી રહી. તેની આ પોસ્ટ પછી રેપિડોએ જવાબ આપતા કહ્યું- અમને ખુશી છે કે તમને વાગ્યું નથી, અને તમારા કહેવા પર અમે ડ્રાઈવર પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા.